ગ્રુપ નં. 1ના નીતિનભાઇ જાનીનું સંકલન...
*ચોર્યાશી વિશે માહિતી ..* _એક પુસ્તક માંથી માહિતી લઈ પોસ્ટ કરુછુ..._ જેવો સંબંધ દીપક અને પતંગિયાને, ભ્રમર અને કમળને, ચંદ્ર અને ચકોરીને, વસંત અને કોયલને, મેઘ અને મોરને રહ્યો છે એવો સંબંધ બ્રાહ્મણ અને ચુરમાના લાડવાને રહ્યો છે. મારે આજે ચોરાસીની કેટલીક રસપ્રદ વાતો કરવી છે. ભગવદ્ગોમંડલ અનુસાર ચોરાસી એટલે ૮૪ ગામનો સમૂહ, અવતારોની ઘટમાળ, જન્મપરંપરા, યમપુરી.
૮૪ નાતના બ્રાહ્મણોનો સમવાય, જાહેર બ્રહ્મભોજન, બ્રહ્મચોરાસી એટલે બ્રાહ્મણોની બધી ૮૪ નાત જ્ઞાતિઓનું સમગ્ર ભોજન. જૂનાકાળથી જનજીવનમાં બ્રહ્મચોરાસીનું આયોજન ઋષિતુલ્ય જીવન જીવતાં પવિત્ર બ્રાહ્મણોને માન-પાન અને
આદર આપવા તથા તે નિમિત્તે પુણ્ય પ્રાપ્ત કરવાની ભાવનાથી કરાતું આવ્યું છે.
વેદના પ્રથમ યુગમાં વિપ્રો-બ્રાહ્મણોની પદવી ઘણી ઉંચી હતી. જુદા જુદા વેદોને જાણનારા અને એની વિધિઓ સાથે સંકળાયેલા ઋગ્વેદી, યજુર્વેદી, સામવેદી, ચતુર્વેદી બ્રાહ્મણો હતા. બ્રાહ્મણા ગ્રંથોની રચના પછી એમણે પોતાની સર્વોપરી સત્તા સ્થાપિત કરી. યજ્ઞાયાગ, કર્મકાંડ અને વેદ ભણવાનો અધિકાર એકલા બ્રાહ્મણો જ ભોગવે છે, એમ પ્રો. મૅકડોલન નોંધે છે.
આમ યજ્ઞયાગ દ્વારા પુણ્ય પ્રાપ્ત કરાવનાર બ્રાહ્મણો પૂજનીય મનાયા. કાળક્રમે
બ્રાહ્મણોના ફાંટા વધતા ગયા અને તેમની ૮૪ નાત ઊભી થઈ. એમને ભોજન કરાવવાથી પુણ્ય મળે છે એવી ભાવના લોકજીવનમાં વ્યાપક બની. ગરીબ ગામ લોકો શક્તિ મુજબ બે પાંચ બ્રાહ્મણો જમાડતા પણ રાજવીઓ, શ્રેષ્ઠીઓ અને સુખી
લોકો બ્રાહ્મણોની ૮૪ જ્ઞાતિઓને જમાડીને યશકીર્તિ પ્રાપ્ત કરતા અને અઢળક પુણ્ય મેળવતા. ધનિક વણિકો માતાના શ્રાદ્ધમાં ૮૪ જ્ઞાતિના બ્રાહ્મણોને જમાડતા.
આ બ્રહ્મચોરાશી પ્રસંગે બ્રાહ્મણોની ૮૪ નાત-શાખાઓ જમે છે. એ શાખાઓ કઈ ?
તેના પ્રકારો ને પેટા પ્રકારો આ મુજબ મળે છે
(૧) નાગર. નાગરોની છ પેટા શાખાઓ છે.
૧. વડનગરા.
૨. વીસનગરા,
૩. સાઠોદરા,
૪.કૃષ્ણોરા,
૫. પ્રશ્નોરા અને
૬. ચિત્રોદા.
(૨) ઔદીચ્ય. એ ત્રણ પેટા નાતમાં વહેંચાયેલા છે. ૧. સહસ્ર. ૨. માલવી, ૩. ટોકળિયા (૩) મોઢ. એમની છ પેટા ન્યાત છે. ૧. ત્રિવેદી, ૨. ચતુર્વેદી, ૩. અગ્યારશા ૪.
ધીણોજિયા, ૫. જેઠી અને ૬. તાર્જુજા.
(૪) શ્રીમાળી.
(૫) શ્રીગોડ. તેની ચાર પેટા ન્યાત છે. ૧. માલવી. ૨. મીરતવાલ ૩. હરયાના અને ૪. પરાવલિયા.
(૬) અંડોલિયા
(૭) બોરસદિયા
(૮) જાંબુ
(૯) કપોલિયા
(૧૦) રાયઠલિયા
(૧૧) કોકલી
(૧૨) ખેડવા
(૧૩) સોમપુરા
(૧૪) વસોરા
(૧૫) વદફીચ
(૧૬) વલાધરા
(૧૭) મેરતિયા
(૧૮) ખડાતિયા
(૧૯) આભાર્ગવ
(૨૦) નારદિક
(૨૧) વાલંબિયા
(૨૨) ઉદનિય
(૨૩) પુષ્કરણા
(૨૪) મેવાડા એના ત્રણ ભાગ : ૧. ભટમેવાડા ૨. ચોરાશી અને ૩. તરવાડ
(૨૫) નાગોર
(૨૬) જાર્વેલા
(૨૭) ચાંદલિયા
(૨૮) અમિરિયા
(૨૯) કપીલ
(૩૦) દરાવ
(૩૧) કરનારા
(૩૨) સારસ્વત
(૩૩) ડસડુ
(૩૪) દાયડા
(૩૫) પલીવાલ
(૩૬) ગોમતીવાળ
(૩૭) ઉનેવાળ
(૩૮) ખેતવાળ
(૩૯) મીરટિયા
(૪૦) પરીઅલવાસ
(૪૧) રોદાવાલ
(૪૨) રાયકવાલ
(૪૩) ડીસાવાલ
(૪૪) તિલકા
(૪૫) મથુરિયા
(૪૬) ઈનાવલ
(૪૭) તિલોટિયા
(૪૮) નરસીપુરા
(૪૯) સાચોર
(૫૦) શલોદિયા
(૫૧) કોગોમિત્ર
(૫૨) અષ્ટમંગળ
(૫૩) ભાટેલા
(૫૪) નંદોનિયા
(૫૫) આદિકપુરા
(૫૬) તરપાટ
(૫૭) દરકમના
(૫૮) કતરબરા
(૫૯) કનોજિયા
(૬૦) ગોપાલ
(૬૧) ધીમા
(૬૨) પારાસુર
(૬૩) કોદરધના
(૬૪) વસદાણા
(૬૫) એકાસના
(૬૬) મોકલવદા
(૬૭) પટોધના
(૬૮) તસોર
(૬૯) પરાધિયા
(૭૦) નામદક
(૭૧) ભદાના
(૭૨) દતપુરા
(૭૩) હરસકિયા
(૭૪) હરબના
(૭૫) મોતાલા
(૭૬) સાકાવેડ
(૭૭) લાડ
(૭૮) સિકમોઈયા
(૭૯) ધની
(૮૦) અહિસાપુરા
(૮૧) ગયાવાલ
(૮૨) પટી-ખીસ્તલા
(૮૩) કોલવાલ અને
(૮૪) રદીવાલ *ભગવદ્ગોમંડલ*કારે
નોંધી છે. આ ચોરાશી નામો લોકજીભે પંકાયેલા છે પણ આજે તો આ પેટા જ્ઞાતિમાં બંડજર, ઉમેઠા, ગુડ, સામપુરા, વસ્વર્ધા, નપુલ, જગ્નિવાલેક, કાલોડિયા, મહેસંતુક, વેરૃમલ, માલુ, હનમેન, પોટીવાલ, પનવાલ, પેરૃમંડપા, મેથમોન, ચૌરાશી, ભટસંકરનેક જેવી અનેક પેટાશાખાઓ ઉમેરાવા પામી છે, પરિણામે આ આંકડો સો ઉપર પહોંચી ગયો છે.
ચોરાશી કરીને બ્રાહ્મણોને જમાડવાની પરંપરા ક્યારે શરૃ થઈ હશે તેના કોઈ ચોક્કસ પ્રમાણો પ્રાપ્ત થતાં નથી પણ આજથી સવાબસો વર્ષ પૂર્વે છપૈયા છોડીને ગુજરાતમાં આવેલા સહજાનંદ સ્વામીએ અમદાવાદના સ્વામીનારાયણ મંદિર ખાતે
ફાગણ સુદ પાંચમના દિવસે ૮૪ જ્ઞાતિના ભૂદેવોને સ્વહસ્તે જમાડયા હતા, અને એમને દાન આપ્યું હતું. આમ આ રિવાજ સવા બસો કરતાં વધુ વર્ષ પૂર્વેથી ચાલતો આવ્યો છે. ઠેરઠેર ચોરાસીઓ ચાલતી આવી છે. સને ૧૯૭૮માં રાજકોટના પૂર્વ રાજવી મનોહરસિંહજીએ બ્રહ્મચોરાસીનું આયોજન કર્યું હતું. બ્રાહ્મણોને જમાડીને માત્ર ૨૫ પૈસાની દક્ષિણા આપી હતી ત્યારે માત્ર દક્ષિણામાં જ ૩૪ હજાર રૃપિયા વપરાયા હતા. એ પછી અમદાવાદમાં જગન્નાથજીના મંદિર તરફથી તથા
પુનિત આશ્રમ તરફથી પણ ચૌર્યાસી થયાનું યાદ છે.
Tuesday, January 24, 2017
૮૪ જ્ઞાતિના ભૂદેવો
Labels:
SWAMI. 9375873519
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment