Friday, January 5, 2018

દેશ વિભાગનો લેખ || શ્રી ભક્તિધર્માત્મજ 'શ્રી સ્વામીનારાયણ' ||

દેશ વિભાગનો લેખ
|| શ્રી ભક્તિધર્માત્મજ 'શ્રી સ્વામીનારાયણ' ||

૧. લિખાવિતં સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ. વ. પાંડે અયોધ્યાપ્રસાદ રામપ્રતાપ તથા પાંડે રઘુવીરઈચ્છારામ.  ૨. જત તમો બે ભાઈએ અમો દત્તપુત્ર કરીને અમારા સત્સંગી સર્વેના આચાર્ય સ્થાપ્યા છે.  ૩. ને અમારાં મંદિર શ્રીનરનારાયણનાં તથા શ્રીલક્ષ્મીનારાયણનાં તથા શ્રીરાધાકૃષ્ણ આદિકનાં તથાસત્સંગીમાં જે ધર્માદાની પેદાશ તે તમો બે ભાઈને આપી છે ને તેની તમો બે ભાઈને વેંચણ કરી આપી છે.  ૪. તેની વિગત્ય સીમાડાનાં ગામ લિખ્યાં છે. પૂર્વ દિશાને વિશે : ૧. શ્રી કલકત્તા, ૨. શ્રી કાશી, ૩. શ્રીઉજ્જેણ, ૪. શ્રી ખાચરોદ, ૫. શ્રી રતલામ, ૬. શ્રી પેટલાવાદ, ૭. શ્રી દેવદ, ૮. શ્રી ગોધરા, ૯. શ્રી ડાકોરજી,૧૦. મોજે સઈયત, ૧૧. મોજે બોરડિ, ૧૨. મોજે અલેણા ૧૩. મોજે કડી, ૧૪. મોજે ખડોલ, ૧૫. મોજેસાસતાપર, ૧૬. મોજે મહુધા, ૧૭. મોજે ઘુમજ, ૧૮. મોજે શુંઝ, ૧૯. મોજે કેસરું, ૨૦. મોજે વાંઠવાણી,૨૧. મોજે અરેરિ, ૨૨. મોજે ખાતરજ, ૨૩. શ્રી મેમદાવાદ મોટું, ૨૪. મોજે છાપરા, ૨૫. શ્રી ખેડા, ૨૬.મોજે કોશિયા, ૨૭. મોજે પિપલી, ૨૮. મોજે મેલજ, ૨૯. મોજે બરોડા, ૩૦. મોજે વઉઠા, ૩૧. મોજેવિરપર, ૩૨. મોજે પીસાવાડું, ૩૩. મોજે કૌકું, ૩૪. મોજે ધોલિ, ૩૫. મોજે ભુંભલી, ૩૬. મોજે વેજલકું,૩૭. મોજે સરઘવાળું, ૩૮. મોજે ધનાલું, ૩૯. મોજે ફેદરા, ૪૦. મોજે ખડોલ, ૪૧. શ્રી ધંધુકું, ૪૨. મોજેકોટડું, ૪૩. મોજે ગુંજાર, ૪૪. મોજે મોરસિયું, ૪૫. મોજે વાગડ, ૪૬. મોજે દેવલિયું, ૪૭. મોજે નાગનેસ,૪૮. મોજે વાણિયાવદર, ૪૯. મોજે કરમડ, ૫૦. મોજે મિણાપર, ૫૧. મોજે ચાસકા, ૫૨. મોજે કુંડલા,૫૩. મોજે ભાણેજડું, ૫૪. મોજે કોરડા, ૫૫. મોજે સુદામડા, ૫૬. મોજે સેજકપર, ૫૭. મોજે ચોટીલા, ૫૮.મોજે બામણબોર, ૫૯. મોજે કવાડવું, ૬૦. શ્રી રાજકોટ, ૬૧. મોજે રૈયા, ૬૨. મોજે વાજડી, ૬૩. મોજેઢોકલીયું, ૬૪. મોજે સરપદડ, ૬૫. મોજે ઝીલરિયું, ૬૬. મોજે વિસામણ, ૬૭. મોજે ડાંગરા, ૬૮. મોજેજાળીયું દેવાણિનું, ૬૯. મોજે તમાસિરોણ, ૭૦. મોજે વણથલી વાણિયાની, ૭૧. મોજે ચાવડા, ૭૨. મોજેઅલૈયા, ૭૩. મોજે ખિમરાણું, ૭૪. શ્રીનવાનગર આદિક પશ્ચિમ દિશાને વિશે ને પૂર્વ દિશાને વિશે શ્રી કલકત્તાપર્યંત સિમાડાનાં ગામ લિખ્યા છે, તે સર્વે શુભસ્થાન શ્રીવડતાલવાસી શ્રી લક્ષમીનારાયણ તેની હદમાં છે. તથાએ સિમાડાનાં ગામની પધોરના રસ્તાનાં ગામ લિખ્યા વિનાનાં છે તે તથા એ સિમાડાનાં ગામથી દક્ષિણ દિશાનીકોરનો દેશ સર્વે છે તે તથા શ્રી નવાનગરની ખાડીથી દક્ષિણ દિશાની કોરે, ૭૫. મોજે ખંભાલિયું તથા ૭૬. શ્રીબેટ આદિક દેશ છે તે સર્વે, શ્રી લક્ષ્મીનારાયણની હદમાં છે.  ૫. તે સર્વે દેશના સત્સંગી સમસ્તની તથા કુસંગી સમસ્તની ધર્માદાની પેદાશ, અન્ન તથા દ્રવ્ય તથા વસ્ત્રતથા પશુ તથા વાહન તથા માણેક, મોતી ઝવેર તથા કંકર પથ્થર આદિક જે આવે તે તથા ધરતી, વાડી, તૃણ,તરુ આદિકની જે પેદાશ આવે તે સર્વે શ્રી લક્ષ્મીનારાયણની છે ને શ્રી લક્ષ્મીનારાયણના દેશમાં હમણાં જે મંદિરતથા મેડીઘર છે તે તથા હવેથી જે નવી અંબારત થાય તે સર્વે શ્રી લક્ષ્મીનારાયણની છે, તથા હરેક પ્રકારે નવીપેદાશ થાય તે સર્વે શ્રી લક્ષ્મીનારાયણની છે. ૬. ને સિમાડાનાં ગામ શ્રીકલકત્તા તથા નવાનગર પર્યંત લિખ્યા છે તેથી ઉત્તર દિશાની કોરનો દેશ સર્વે છે.તે શુભસ્થાન શહેર અમદાવાદવાસી શ્રીનરનારાયણ તેની હદમાં છે. તથા શ્રીનવાનગરની ખાડી ઉતાર ઉત્તર દિશાની કોરે શ્રીમાંડવી બંદર તથા શ્રીલખપત બંદર આદિક દેશ સર્વે છે તે શ્રીનરનારાયણની હદમાં છે.  ૭. ને સર્વે દેશના સત્સંગી સમસ્તની તથા કુસંગી સમસ્તની ધર્માદાની પેદાશ, અન્ન તથા દ્રવ્ય તથા વસ્ત્ર,પશુ તથા વાહન તથા માણેક, મોતી ઝવેર તથા કંકર પથ્થર આદિક જે આવે તે તથા ધરતી, વાડી, તૃણ, તરુઆદિકની જે પેદાશ આવે તે સર્વે શ્રીનરનારાયણની છે ને શ્રીનરનારાયણના દેશ હમણાં જે મંદિર તથા મેડીઘરછે તે તથા હવેથી જે નવી અંબારત થાય તે સર્વે શ્રી નરનારાયણની છે, તથા હરેક પ્રકારે નવી પેદાશ થાય તે સર્વેશ્રીનરનારાયણની છે.  ૮. (૧) એવી રીત્યે દેશવિભાગે સહિત મંદિરોની વેંહચણ કરીને ચીઠ્ઠીયું બે પાનાની નાંખીયું. (૨) તેમાંશ્રીનરનારાયણનાં મંદિરની ચીઠ્ઠી પાંડે અયોધ્યાપ્રસાદને ભાગે આવી છે, તે શ્રીનરનારાયણના મંદિરોની દેશસહિત પેદાશ સર્વે ઉપર લિખ્યાં પ્રમાણે આવે તે પાંડે અયોધ્યાપ્રસાદની છે. (૩) શ્રીલક્ષ્મીનારાયણના મંદિરનીચિઠ્ઠી પાંડે રઘુવીરને ભાગે આવી છે. તે શ્રીલક્ષ્મીનારાયણના મંદિરોની દેશ સહિત પેદાશ સર્વે ઉપર લિખ્યાંપ્રમાણે આવે તે પાંડે રઘુવીરની છે.  ૯. ને સત્સંગીમાં તથા કુસંગીમાં ધર્માદાની ઉઘરાત કરવા જાય તે પોતપોતાની હદમાં જાય પણ કોઈકોઈની હદમાં જાય નહિ.  ૧૦. ને કોઈ મનુષ્યને મંત્ર ઉપદેશ લેવો હોય તો બેય આચાર્યને પોતે પોતાના દેશના મનુષ્યને મંત્ર ઉપદેશદેવો ને કંઠી બાંધવી,પણ કોઈ કોઈના દેશના મનુષ્યને મંત્ર ઉપદેશ દેવો નહીં ને કંઠી બાંધવી નહિ.  ૧૧. ને કોઈ મનુષ્યને મંત્ર ઉપદેશ લેઈને સાધુ તથા બ્રહ્મચારી તથા ધોળા લુગડાંવાળા પાળા થાવું હોય તોપોત પોતાના દેશના મનુષ્યને સાધુ તથા બ્રહ્મચારી તથા ધોળા લુગડાંવાળા પાળા કરવાને તેની જે મિલકત ઘરહોય તે તથા જમીન, વાડી તથા આંબા આદિક વૃક્ષ હોય તે લેવું, પણ કોઈ કોઈના દેશના મનુષ્યને મંત્ર ઉપદેશદેઈ સાધુ તથા બ્રહ્મચારી તથા પાળા કરવા નહિ ને તેની મિલકત ઘર તથા જમીન વાડી વૃક્ષ આદિક કાંઈ લેવુંનહિ, એમ અમારી આજ્ઞા છે.  ૧૨. ને અમે તમોને મંદિરો આદિક જે આપ્યું છે તેમાં કોઈ સાધુ તથા બ્રહ્મચારી તથા પાળા, તે કોઈ કાળેદર દાવો કરશે નહિ.  ૧૩. ને અમારી શિક્ષાપત્રી પ્રમાણે તમો રહેજ્યો.  ૧૪. ને એ સર્વે પણ શિક્ષાપત્રી પ્રમાણે પોતપોતાના ધર્મમાં રહી તમારી સેવા કરશે ને સરકાર, દરબારઆદિક કોઈના વાંક તળે આવે એવું અયોગ્ય કામ કોઈ કાળે કરશે નહિ. તેમ ગમે તેવો આપતકાળ પડશે તોસત્સંગીમાં ભીખ માંગી ખાશે, પણ આચાર્યને માથે આવે એવું કોઈનું કરજ કરશે નહિ, ને કોઈ જાણે અજાણેકરશે તો કરનાર ભોગવશે, એમ અમારી આજ્ઞા છે.  ૧૫. ને સાધુ તથા બ્રહ્મચારી તથા પાળા એ સમસ્તના તથા સત્સંગી સમસ્તના તમો બેય ગાદીવાળાનેઆચાર્ય સ્થાપ્યા છે તે સર્વે નિરંતર તમારી આજ્ઞામાં રહેશે ને તમારી સેવા કરશે.  ૧૬.(૧) ને શ્રીધર્મવંશના બેય ગાદીવાળા આચાર્ય વિના અન્ય મતવાળા હરકોઈ મનુષ્ય, શાસ્ત્રે તથા જોગેતથા તપે તથા વૈરાગયાદિક ગુણે વિશેષ હોય ને તેથી શ્રીધર્મવંશના બે ગાદીવાળા આચાર્ય ન્યૂનપણે જાણ્યામાંઆવે તો પણ, સાધુ તથા બ્રહ્મચારી તથા પાળા સમસ્ત તથા સત્સંગી સમસ્તને અમારી એમ આજ્ઞા છે જેતમારા જીવના કલ્યાણને અર્થે શ્રીધર્મવંશના બે ગાદીવાળા આચાર્યને સદાકાળ નિરંતર માનજ્યો ને મન, કર્મ, વચને આજ્ઞામાં રહેજ્યો. (૨) ને તેમાં જે ફેર પાડી અન્ય આશ્રય કરશે ને અન્યને માનશે તેના જીવને આલોકમાં તથા પરલોકમાં કોઈ કાળે સુખ થાશે નહિ. ને અતિ કષ્ટને પામશે.  ૧૭. (૧). ને કોઈ હરિભક્ત, શ્રીલક્ષ્મીનારાયણના દેશમાં રહેતો હોય, ને તેણે મંત્ર ઉપદેશશ્રીલક્ષ્મીનારાયણની ગાદીના આચાર્ય પાસે લીધો હોય ને પોતાનું નામ પણ શ્રીલક્ષ્મીનારાયણની ગાદીનાઆચાર્યના ચોપડામાં લિખાવેલ હોય, તેને અથવા તેના પુત્ર પૌત્રાદિકને ઉચાલાની ફેરવણી થાય નેશ્રીનરનારાયણના દેશમાં ઉચાલો લેઈ જઈ રેણાંક કરે ને તેને દશોંદ વિશોંદ આદિક ધર્માદાનું દેવું પડે તેશ્રીનરનારાયણની ગાદીના આચાર્યને દેવું ને ગુરુ માનવાં, પણ તેનો કશો દોષ ધારવો નહિ, જે પ્રથમશ્રીલક્ષ્મીનારાયણની ગાદીના આચાર્યને ગુરુ કરી મંત્ર ઉપદેશ લીધો છે ને હવે શ્રીનરનારાયણની ગાદીનાઆચાર્યને ગુરુ માની દશોંદ વિશોંદ આદિક ધર્માદાનું આપું એવો સંશય રાખવો નહિ; શા માટે જે એવી અમારીઆજ્ઞા છે. (૨) ને પ્રથમ જે કાંઈ શ્રીલક્ષ્મીનારાયણની ગાદીના આચાર્યને અન્ન તથા દ્રવ્ય તથા પશુ તથા વાહનતથા જમીન, વાડી, મેડી, મંદિર, ઘર તથા વૃક્ષ આદિક શ્રીકૃષ્ણાર્પણ આપ્યું હોય તે પાછું માગવું નહિ, કેમ જેતે શ્રીલક્ષ્મીનારાયણની ગાદીના આચાર્યને શ્રીકૃષ્ણાર્પણ આપેલું છે માટે તે આચાર્યને જ રહે, પણ તેની ફેરવણીથાય નહિ.  ૧૮. (૧) તે જ પ્રમાણે, કોઈ હરિભક્ત શ્રીનરનારાયણના દેશમાં રહેતો હોય, ને તેણે મંત્ર ઉપદેશશ્રીનરનારાયણની ગાદીના આચાર્ય પાસે લીધો હોય ને પોતાનું નામ પણ તે આચાર્યના ચોપડામાં લિખાવેલહોય, તેને અથવા તેના પુત્ર પૌત્રાદિકને ઉચાલાની ફેરવણી થાય તે શ્રીલક્ષ્મીનારાયણના દેશમાં ઉચાલો લેઈજઈ રેણાંક કરે ને તેને દશોંદ વિશોંદ આદિક ધર્માદાનું દેવું પડે તે શ્રીલક્ષ્મીનારાયણની ગાદીના આચાર્યને દેવુંને ગુરુ માનવાં, પણ તેનો કશો દોષ ધારવો નહિ, જે પ્રથમ શ્રીલક્ષ્મીનારાયણની ગાદીના આચાર્યને ગુરુ કરીમંત્ર ઉપદેશ લીધો છે ને હવે શ્રીનરનારાયણની ગાદીના આચાર્યને ગુરુ માની દશોંદ વિશોંદ આદિક ધર્માદાનુંઆપું એવો સંશય રાખવો નહિ, શા માટે જે એવી અમારી આજ્ઞા છે. (૨) ને પ્રથમ જે કાંઈ શ્રીનરનારાયણનીગાદીના આચાર્યને અન્ન તથા દ્રવ્ય તથા પશુ તથા વાહન તથા જમીન, વાડી, મેડી, મંદિર, ઘર તથા વૃક્ષ આદિકશ્રીકૃષ્ણાર્પણ આપ્યું હોય તે પાછું માગવું નહિ, કેમ જે તે શ્રીનરનારાયણની ગાદીના આચાર્યને શ્રીકૃષ્ણાર્પણઆપેલું છે માટે તે આચાર્યને જ રહે, પણ તેની ફેરવણી થાય નહિ, એવી રીત્યે અમારી આજ્ઞા છે.  ૧૯. ને કોઈ ગરાસિયાને બેય દેશમાં ગામ, જમીન, વાડી હોય, ને કોઈ વેપારીને બેય દેશમાં દુકાનું હોય,ને કોઈ ખેડુને બેય દેશમાં ખેડ હોય, ને તેને દશોંદ વિશોંદ દેવી પડે તે જે આચાર્યના દેશમાં જે ગામ, જમીન,વાડીની કમાણી આવે તથા જે વેપારની કમાણી આવે તથા જે ખેડની કમાણી આવે તે આચાર્યને તેના દેશનીકમાણીની દશોંદ વિશોંદ દેવી, તેમાં ફેર પાડવો નહિ, એમ અમારી આજ્ઞા છે.  ૨૦. (૧) ને શ્રીલક્ષ્મીનારાયણની હદમાં કોઈ રાજા તથા વેપારી તથા ખેડુ આદિકની રેણાક હોય ને તેસત્સંગી હોય અથવા કુસંગી હોય ને તેને શ્રીનરનારાયણ આદિક દેવની આગળ ભેટ મુકવાની અથવા માનતાઅર્થે મુકવાની અભિલાષા હોય, તો અન્ન તથા દ્રવ્ય તથા પશુ, વાહન તથા વસ્ત્ર તથા માણેક મોતી ઝવેર તથાકંકર પથ્થર આદિક જંગમ વસ્તુ ફેરવી ફરે તે સુખેથી મુકે, તેનો કોઈ બાધ નથી. પણ શ્રીલક્ષ્મીનારાયણનીહદમાં જે ગામ તથા જમીન વાડી તથા મેડી મંદિર ઘર તથા આંબા આદિક વૃક્ષ જે કાંઈ સ્થાવર વસ્તુ, ફેરવીફરે નહિ તેવું કાંઈ આપવું નહિ. (૨) ને જો કદાચિત આપે તો શ્રીનરનારાયણની ગાદીના આચાર્યને રાખવું નહીં ને આપનારને કેવું જે તમારે આપવાનું જરૂર હોય તો એ સ્થાવર વસ્તુ અમારા દેશમાં તમારું હોય તો આપોઅથવા અમારી હદમાં વેચાતું લઈ આપો તો અમોથી લેવાશે, એમ કરતાં કાંઈ સ્થાવર વસ્તુ શ્રીલક્ષ્મીનારાયણનીહદનું જોરાવરી આપે તો શ્રીનરનારાયણને અર્થે રાખવું નહિ, ને પોતાને જાણે તત્કાળ શ્રીલક્ષ્મીનારાયણનીગાદીના આચાર્યને હવાલે કરવું.  ૨૧. (૧) તે જ પ્રમાણે, શ્રીનરનારાયણની હદમાં કોઈ રાજા તથા વેપારી તથા ખેડુ આદિકની રેણાક હોયને તે સત્સંગી હોય અથવા કુસંગી હોય ને તેને શ્રીનરનારાયણ આદિક દેવની આગળ ભેટ મુકવાની અથવામાનતા અર્થે મુકવાની અભિલાષા હોય, તો અન્ન તથા દ્રવ્ય તથા પશુ, વાહન તથા વસ્ત્ર તથા માણેક મોતી ઝવેરતથા કંકર પથ્થર આદિક જંગમ વસ્તુ ફેરવી ફરે તે સુખેથી મુકે, તેનો બાધ નથી. પણ શ્રીનરનારાયણની હદમાંજે ગામ તથા જમીન વાડી તથા મેડી મંદિર ઘર તથા આંબા આદિક વૃક્ષ જે કાંઈ સ્થાવર વસ્તુ ફેરવી ફરે નહિતેવું કાંઈ આપવું નહિ. (૨) ને જો કદાચિત આપે તો શ્રીલક્ષ્મીનારાયણની ગાદીના આચાર્યને રાખવું નહિ નેઆપનારને કેવું જે તમારે આપવાનું જરૂર હોય તો એ સ્થાવર વસ્તુ અમારા દેશમાં તમારું હોય તો આપોઅથવા અમારી હદમાં વેચાતું લઈ આપો તો અમોથી લેવાશે, એમ કરતાં કાંઈ સ્થાવર વસ્તુ શ્રીનરનારાયણનીહદનું જોરાવરી આપે તો શ્રીલક્ષ્મીનારાયણને અર્થે રાખવું નહિ, ને પોતાને જાણે તત્કાળ શ્રીનરનારાયણનીગાદીના આચાર્યને હવાલે કરવું, એમ અમારી આજ્ઞા છે. તેમાં કોઈ કાળે ફેર પાડવો નહિ. ૨૨. ને શ્રીલક્ષ્મીનારાયણની ગાદીના આચાર્યને શ્રીનરનારાયણની હદના સત્સંગી તથા કુસંગી જમાડે તોજમવું, તેનો બાધ નથી. પણ કાંઈ દક્ષિણા તથા ગામ, જમીન, વાડી તથા અન્ન, દ્રવ્ય, વસ્ત્ર તથા પશુ, વાહન તથામાણેક મોતી તથા કંકર પથ્થર, ઝવેર તથા મેડી, ઘર આદિક આંબા આદિક તથા વૃક્ષ જે કાંઈ ભેટ મુકે અથવામાનતાને અર્થે મુકે અથવા મિત્રાચાર અર્થે આપે અથવા વેચાતું આપે અથવા ઘરેણે આપે, હરેક બાનાને મશેઆપે તો કાંઈ લેવું નહિ, ને કોઈ જોરાવરી મોહબતથી આપે ને અવશ્ય લેવું પડે તો પોતાને કાંઈ રાખવું નહિ,પોતાને જાણે તત્કાળ શ્રીનરનારાયણની ગાદીના આચાર્યને હવાલે કરવું.  ૨૩. તે જ પ્રમાણે, શ્રીનરનારાયણની ગાદીના આચાર્યને શ્રીલક્ષ્મીનારાયણની હદના સત્સંગી તથા કુસંગીજમાડે તો જમવું, તેનો બાધ નથી. પણ કાંઈ દક્ષિણા તથા ગામ, જમીન વાડી તથા અન્ન, દ્રવ્ય, વસ્ત્ર તથા પશુ,વાહન તથા માણેક મોતી તથા કંકર પથ્થર, ઝવેર તથા મેડી, ઘર આદિક તથા આંબા આદિક વૃક્ષ જે કાંઈ ભેટમુકે અથવા માનતાને અર્થે મુકે અથવા મિત્રાચાર અર્થે આપે અથવા વેચાતું આપે અથવા ઘરેણે આપે, હરેકબાનાને મશે આપે તો કાંઈ લેવું નહિ, ને કોઈ જોરાવરી મોહબતથી આપે ને અવશ્ય લેવું પડે તો પોતાને કાંઈરાખવું નહિ, પોતાને જાણે તત્કાળ શ્રીલક્ષ્મીનારાયણની ગાદીના આચાર્યને હવાલે કરવું, એમ અમારી આજ્ઞાછે.  ૨૪.ને કોઈ હરિભક્ત, ઉચાલા વિના બીજા દેશમાં કમાણી અર્થે રોજગાર કરવા જાય તેને દશોંદ વિશોંદઆદિક ધર્માદાનું દેવું પડે તે જેના દેશમાં બાયડી છોકરા સહિત ઉચાલો હોય તે દેશના આચાર્યને દેવું, એમઅમારી આજ્ઞા છે.  ૨૫. ને તમારી વતનમાં સરવાર દેશને વિશે તમો બેય ગાદીના આચાર્યનાં સગા સંબંધી છે તથા તેનાઆશ્રિત જે મનુષ્ય હોય તે બેય ગાદીના આચાર્યમાં જેને જે સાનુકુળ આવે તેની પાસે મંત્ર ઉપદેશ લેઈ સેવકથાય ને ગુરુ માને ને પોતાની મરજીમાં આવે તે તેને આપે તેનો બાધ નથી.  ૨૬. ને બેય ગાદીના આચાર્યની એ જુની વતન છે તે સારું તમારે પોતાની જમીન, વાડી તથા મેડી, ઘર,ગામ આદિક જે હમણા છે તથા વેચાતું અથવા ઘરેણે રાખવું પડે તે પોત પોતને જાણે પોત પોતાનું રાખજો તેનોબાધ નથી.  ૨૭. ને તમારાં સગા સંબંધી ને તેના આશ્રિત મનુષ્ય તે વિના હર કોઈ મનુષ્યને મંત્ર ઉપદેશ લઈ સેવક થવુંહોય, તે શ્રીનરનારાયણની ગાદીના આચાર્ય પાસે થાવું ને તેને ગુરુને નાતે ગામ, જમીન, વાડી તથા મેડી, ઘરતથા અન્ન, દ્રવ્ય, વસ્ત્ર તથા પશુ વાહન તથા માણેક મોતી ઝવેર તથા કંકર પથ્થર, આંબા આદિક વૃક્ષ જે કાંઈઆપવું હોય તે, શ્રીનરનારાયણની ગાદીના આચાર્યને આપવું ને આચાર્યને તેજ પ્રમાણે લેવું એમ અમારીઆજ્ઞા છે.  ૨૮. ને આ લિખ્યું તમો બેય ગાદીના આચાર્યને રાજી રજાવંદ કરી અમે અમારી અક્કલ ખુશીથી યથાયોગ્યવેંચી આપી લિખ્યું કર્યું છે, તેમાં તમારા સગા ભાઈ છે તે કોઈનો દરદાવો કશો નથી.  ૨૯. ને તમારા સગાભાઈ કોઈ તમ પાસે આવે તેને ખરચ નિમિત્ત આપવું, તે ધર્મવાળા સાધુ તથા ધર્મવાળાસત્સંગીને પૂછવું ને તમારે પણ દલમાં ધારવું ને ઘટે તે પ્રમાણે દેવું.  ૩૦. ને તમારી ગાદી ઉપર બેસારવો તે તમારો પુત્ર હોય અથવા શ્રીધર્મકુલનો બીજા તમારા ભાઈનો પુત્રહોય, તે સર્વ પ્રકારે ધર્મમાં કુશળ રહે એવો હોય, ને સર્વ સાધુ તથા સર્વ બ્રહ્મચારી તથા સર્વ સત્સંગીને પોતપોતાના ધર્મમાં રખાવે એવો સમર્થ હોય, તેને ગાદી ઉપર બેસારવો, તે પણ ધર્મવાળા સાધુ તથા સત્સંગી,સત્સંગની વૃદ્ધિને ઈચ્છે એવા ને સર્વ પ્રકારે પ્રમાણિક હોય તેની મરજી લેવી, ને તમારી નજરમાં પણ આવે નેઅમારા સંપ્રદાયના ગ્રંથમાં મળતું આવે એવો હોય તેને એક એક જણને ગાદી ઉપર બેસારવો. ને તેથી વધારેપુત્ર હોય ને તે ગાદીવાળા પાસે આવે તારે તેને ખર્ચ નિમિત્તે ઉપર લિખ્યા પ્રમાણે સાધુ તથા સત્સંગીની મરજીલેઈને દેવું, પણ તે ઉપરાંત કોઈનો કશો દરદાવો નથી, એમ અમારી આજ્ઞા છે.  ૩૧. ને તમે બેય ગાદીના આચાર્યને પરસ્પર કોઈ લેણદેણ આદિક વ્યવહારમાં વાંધો પડે, ને તે સારુંસામસામા જવાબ સવાલ કરવા પડે, અથવા તે વાંધો પાર પાડવા પંચાત્ય કરવી પડે તો, જે સાધુ તથાબ્રહ્મચારી તથા પાલા છે તેમને એ કજીયામાં નાખવા નહિ ને એમને પોતાને જાણે પણ એ કજીયામાં પડવું નહિ,કેમ જે એ વ્યવહારમાર્ગને વિષે એ ત્યાગી છે તે અમંગળરૂપ છે. તથા એ ત્યાગીને એવો વ્યવહાર માર્ગ તેઅમંગળરૂપ છે. તે સારું એવો વાંધો પાર પાડવામાં, જવાબ સવાલ કરવા તથા પંચાત્ય કરવા શ્રીનરનારાયણનીહદના બે ગૃહસ્થ તથા શ્રીલક્ષ્મીનારાયણની હદના બે ગૃહસ્થ બાઈડી છોકરાંવાળા, પ્રમાણિક, ધર્મનિષ્ઠ હોયતેને નાંખવા, તે કજીયો પાર પાડશે.  ૩૨. ને કદાચિત બેય આચાર્યના ઘરની બાઈયુંને પરસ્પર કોઈ જાતનો કજીયો હોય તો તેમાં બોલવા તથાકજીયો ઉકેલવા, સાંખ્યોગી વિધવા બાઈયુંને નાંખવી નહિ, કેમ જે વિધવા અમંગળરૂપ છે. ને બેય તરફથીસુવાસની બાઈયું, પ્રમાણિક ધર્મવાળીયું હોય તેને તે કજીયાની વાતમાં નાંખવી. તે સામસામાં જવાબ સવાલકરશે ને કજીયો ઉકેલશે, એમ અમારી આજ્ઞા છે.  ૩૩.આવી રીતે બેય આચાર્યને લિખ્યાં કરી આપ્યાં છે. ને જે જે રીત્યની આજ્ઞાઓ કરી છે તે પ્રમાણે જ બેયઆચાર્યને સદૈવ નિરંતર ચાલવું ને ચલાવવું પણ તેમાં કોઈ કાળે કોઈ રીત્યનો ફેર પાડવો નહિ, ફેર પાડે તેઅમારા વચનનો દ્રોહી છે તથા ગુરુદ્રોહી છે તે ધર્મવંશનો નથી.  ૩૪. ને સર્વે સાધુ તથા સર્વે બ્રહ્મચારી તથા સર્વે પાળા તથા સર્વે સત્સંગીને અમારી આજ્ઞા છે જે, અમોએઆ લિખ્યાં કરી આપ્યાં છે તેમાં કોઈ કાળે ફેર પાડશે પડાવશે નહિ ને પોતાના આચાર્યની આજ્ઞામાં નિરંતરરહેશે ને બેય ગાદીના આચાર્યને પરસ્પર કલેશ થાવા દેશે નહિ. ને કોઈ અવળા સવળું બતાવી પરસ્પર કલેશકજીયો કરાવશે ને અમારી આજ્ઞાનું ઉલ્લંઘન કરશે તે અમારા વચનનો દ્રોહી છે તથા ગુરુદ્રોહી છે ને તે અમારોનથી ને તેને ચાંડાળતુલ્ય જાણવો.  ૩૫. સં. ૧૮૮૩ના વર્ષે માર્ગશિર્ષ સુદિ ૧૫ને દિવસે શુભસ્થાન શ્રીગઢડા મધ્યે ખાચર દાદા એભલનાદરબારમાં લિખ્યું છે.  લેખક સાધુ શુકમુનિ:   || શ્રી: ||લિખિતં પાંડે અયોધ્યાપ્રસાદ ઉપર લિખ્યું તે સહી છે. (અમદાવાદ પ્રત)લિખિતં પાંડે રઘુવીર ઉપર લિખ્યું તે સહી છે. (વડતાલ પ્રત)  અત્ર સાખ્ય :      ૧ સાધુ મુક્તાનંદજીનીસાખ્ય      ૧ સાધુ નિત્યાનંદજીનીસાખ્ય      ૧ સાધુ આનંદાનંદજીનીસાખ્ય      ૧ સાધુ ગોપાળાનંદજીનીસાખ્ય      ૧ સાધુ બ્રહ્માનંદજીનીસાખ્ય      ૧ સાધુ મહાનુભાવાનંદજીનીસાખ્ય      ૧ બ્રહ્મચારી મુલજીનીસાખ્યએ આદિક સાધુ સમસ્ત તથાબ્રહ્મચારી સમસ્તની સાખ્ય છે.      ૧ લેખક શુકમુનિ:      ૧ ખાચર દાદા એભલનીસાખ્ય      ૧ ઠક્કર લાધા રામજીનીસાખ્ય      ૧ ગોપી વિશ્વંભરનીસાખ્ય      ૧ ભટ્ટ રઘુનાથ ગોપીના દસક્ત છે  ||
*જય સ્વામિનારાયણ*

No comments: